INS વિરાટ પર હુમલાની ધમકી

ભાષા

સોમવાર, 2 માર્ચ 2009 (16:22 IST)
નૌસેનાનાં એકમાત્ર વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ પર હુમલો કરવાની ધમકી બાદ તેની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. તેમજ ત્રિસ્તરીય સુરક્ષા કવચ બનાવવામાં આવ્યું છે.

હાલમાં આઈએનએલ વિરાટનું કોચિન ખાતે મરમ્મતનું કામ થઈ રહ્યું છે. કોચિન શિપયાર્ડ સાથે જોડાયેલા સમુદ્ર અને આકાશની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. તેમજ રાડાર તંત્રને સચેત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની સ્પેશિયલ ફોર્સ લગાવવામાં આવી છે.

બ્રીટીશ નેવી પાસેથી ખરીદાયેલા આઈએનએસ વિરાટને પચાસ વર્ષ પુરા થઈ ગયા છે. તેનું વજન 23 હજાર ટન છે. તેની પર 28 વિમાનો અને હેલીકોપ્ટર ગોઠવી શકાય છે. આ અંગે શિપયાર્ડનાં નિર્દેશક કોમોડોર એમ.જિતેન્દ્રને જણાવ્યું હતું કે આગામી બે ત્રણ મહિનામાં મરમ્મતનું કામ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તેને મુંબઈ શિપયાર્ડ ખાતે લઈ જવાશે. જ્યાં તેમાં આધુનિક શસ્ત્ર પ્રણાલી લગાવવામાં આવશે. જ્યારે ભારતનું પોતાનું સ્વદેશી વિમાનવાહક 2014માં તૈયાર થઈ જશે.

વેબદુનિયા પર વાંચો