ATSના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ શહીદ

વેબ દુનિયા

ગુરુવાર, 27 નવેમ્બર 2008 (04:53 IST)
મુંબઈમાં બુધવારે રાત્રે 10 વાગ્યાથી આતંકવાદનો કાળો કેર વર્તાયો હતો. એક પછી એક આતંકવાદી હુમલાના સમાચાર આવતા ગયા છે. અને સાથે સાથે મૃત્યુ પામનાર લોકોના આંકડામાં પણ વધારો થતો રહ્યો છે.

આ આતંકવાદ સામે લડત આપનાર મહારાષ્ટ્ર એટીએસના વરિષ્ઠ અધિકારીઓ આતંકવદી અથડામણમાં શહીદ થઈ ગયા હતાં. આ ત્રણેય અધિકારીઓ પર મુંબઈ શહેરની સુરક્ષા કરવાની જવાબદારી હતી. પણ તેઓ શહેરની રક્ષા કરવા જતાં શહીદ થયા છે.

મહારાષ્ટ્ર એંટી ટેરરીસ્ટ સ્કોર્ડના હેમંત કરકરે, અશોક કામટે, અને વિજય સારસકર આ માનવહિત યુદ્ધમાં શહીદ થયા છે.

વેબદુનિયા પર વાંચો