ચિંતા ન કરશો... આ વાતોનુ ધ્યાન રાખશો તો ક્યાય નહી જાય તમારા પૈસા

બુધવાર, 9 નવેમ્બર 2016 (17:59 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરતા 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં આ જાહેરાત કરી. મોદીએ કહ્યુ હવે લોકો પાસે રહેલ 500 અને 1000ના નોટ ફક્ત એક કાગળનો ટુકડા સમાન રહેશે.  બીજી બાજુ મોદીની જાહેરાત પછી દેશભરમાં અફરા-તફરી છે. દેશનો દરેક  નાગરિક વિચારી રહ્યો છેકે તેની પાસે પડેલા પૈસાનુ હવે શુ થશે.  અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે તમારી પાસે પડેલા પૈસાની તમને પૂરી કિમંત કેવી રીતે વસૂલ થશે અને તમારી લિમિટ શુ રહેશે. 
 
 
1. તમારે તમારા બેંક એકાઉંટમાં પડેલા રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ બધા પૈસા એક નંબરના છે. તમે ક્યારેય પણ ચેક દ્વારા કોઈને પણ પેમેંટ કરી શકો છો અને તમારા ખાતામાંથી પૈસા કઢાવી શકો છો. 
 
2. સરકારે થોડા સમય માટે જ પૈસા કાઢવા માટેની લિમિટ રાખી છે. જો તમારા ખાતામાં 10 લાખથી વધુ રૂપિયા પડ્યા છે તો તમે એક દિવસમાં ચાર હજારથી વધુ કેશ નથી કાઢી શકતા. 
 
3. જો તમને 4 હજારથી વધુ કેશની જરૂર છે તો તમે સેલ્ફ ચેક કે પેય સ્લિપ દ્વારા 10 હજાર રૂપિયા સુધી એક દિવસમાં કઢાવી શકો છો. પણ આવુ કરવા માટે તમને અઠવાડિયામાં બે દિવસ ની જ તક મળશે. મતલબ તમે એક અઠવાડિયામાં વધુથી વધુ 20 હજાર રૂપિયા કાઢી શકો છો. આ 20 હજાર રૂપિયામાં તમારી તરફથી એટીએમ દ્વારા કાઢવામાં આવેલ પૈસાનો પણ સમાવેશ થશે. 
 
4. જો તમારી પાસે કેશમાં મોટી રકમ પડી છે તો તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ પૈસાનો હિસાબ બેંકને આપીને આ પૈસાને તમારા ખાતામાં જમા કરાવી શકો છો અને પછી કોઈને પણ ચેક દ્વારા તમારા ખાતામાંથી પેમેંટ કરી શકો છો. 
 
5. સરકારે 30 ડિસેમ્બર 2016 સુધી રોજ એક વ્યક્તિ માટે 4 હજાર રૂપિયા સુધીની કરંસી બદલવાની સગવડ આપી છે. આગામી 50 દિવસમાં બધા વર્કિંગ દિવસોમાં તમે 4 હજાર રૂપિયા બદલાવી શકો છો. જો તમારા ઘરમાં 5 સભ્ય છે તો 20000 રૂપિયા સુધીની કરંસી રોજ બદલી શકાય છે.  જો કે આ માટે તમારે ઓળખ પત્ર બતાવવુ પડશે. 
 
6. જો તમારુ બેંકમાં ખાતુ નથી તો તમે તમારા કોઈપણ મિત્ર કે સંબંધીના બેંક ખાતામાં તમારી પાસે પડેલા પૈસા કેશ જમા કરાવી શકો છો પણ આ માટે સંબંધી અને મિત્ર પાસેથી લેખિત રૂપે પરમિશન લેવી પડશે અને આ પરમિશન ટ્રાંજેક્શનના સમયે બેંકને બતાવવી પડશે. 
 
7. જો તમે એનઆરઆઈ છો તો તમારા પૈસા તમારા એનઆરઓ એકાઉંટમાં જમા થઈ શકે છે. 
 
8. જો તમે વિદેશમાં હોય તો તમારા સ્થાને કોઈપણ વ્યક્તિ તમારા પૈસા જમા કરાવી શકે છે. પણ આ માટે તમારે વિદેશથી એક સહમતિ પત્ર મોકલવુ પડશે.  તમારા સ્થાન પર બેંક જનાર વ્યક્તિને એ સહમતિ પત્ર સાથે પોતાનુ ઓળખ પત્ર બતાવીને તમારા એનઆરઓ એકાઉંટમાં પૈસા જમા કરાવી શકો છો. 

વેબદુનિયા પર વાંચો