પ્રવક્તાએ કહ્યુ, 'અમે આઈપીસીની વિવિધ ધારાઓ અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000 હેઠળ એક મામલો નોંધ્યો હતો'
આરોપીની ધરપકડ કરવા ગયેલ ટીમના હાથે શોધખોળ દરમિયાન હોશ ઉડાવી દેનારી લગભગ 500 વીડિયો ક્લિપ મળી છે. પોલીસ મુજબ સીધી સાદી છોકરીઓની મજબુરી જાણીને તેમને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરવામાં આવતી હતી. આ દરમિયાન આરોપી તેમની વીડિયો ક્લિપ તૈયાર કરી લેતા હતા. ત્યારબાદ વીડિયો ક્લિપને કોઈ માધ્યમ દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના હાથે વેચતા હતા. આરોપીને ક્લિપની હિટ મુજબ પૈસા મળતા હતા. પોલીસે જણાવ્યુ કે ધરપકડ કરાયેલ આરોપી સારી ફેમિલીનો છે. આરોપી પર રેપ, ગેગરેપ સહિત ગંભીર ધારાઓમાં છ કેસ નોંધાયા છે. પૂછપરછ માટે તેને દિલ્હી લાવવામાં આવ્યો છે