જો 500 અને 1000ના નોટ છે તમારી પાસે તો સૌ પહેલા કરો આ 5 કામ..

શનિવાર, 12 નવેમ્બર 2016 (17:36 IST)
પાચ સો અને એક હજારના જૂના નોટ પર રોકની જાહેરાત સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં તેમને બદલવાના સંબંધમાં અનેક ઉપાય પણ બતાવ્યા.. જેનાથી સામાન્ય ગ્રાહકોને ઓછામાં ઓછી અસુવિદ્યાનો સામનો કરવો પડશે. આ ટિપ્સને ધ્યાનમાં રાખવાથી તમારા જૂના નોટ સાથે સંબંધિત કોઈ વ્યવ્હારમાં કોઈ અસુવિદ્યા નહી થયા. અહી આ વાત સૌથી વધુ ધ્યાન રાખવાની છે કે ભલે જ 500 અને 1000ના  નોટ પર રોક લગાવી દેવામાં આવી છે. પણ આ સ્થાન પર 72 કલાક સુધી ચાલશે 500 અને 1000 રૂપિયાના નોટ.  જેવા કે પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોસ્પિટલ... 
 
1.  નોટ બેંકોમાં જમા કરાવ્યા, પણ  આ ધ્યાન આપો 
 
આગામી 50 દિવસો સુધી 500 અને 1000 રૂપિયાના નોટને તમે બેંકમાં જઈને જમા કરાવી શકો છો. બેંકમં ધન જમા કરાવવાની કોઈ સીમા નક્કી નથી કરવામાં આવી.  હા આ વાત જરૂર ધ્યાન રાખો કે તમે બીજાની રકમ કોઈપણ પ્રલોભન કે મદદના નામ પર જમા કરાવવા ન જાવ. કારણ કે બેંક બધા પ્રકારની જમા અને નિકાસીની વીડિયોગ્રાફી કરી રહ્યા છે. આ કારણે તમે બિનજરૂરી પરેશાનીમાં પડી શકો છો. મતલબ તમને કોઈ કહે કે મારા 2 લાખ તમારા ખાતામા જમા કરી દો હુ તમને આટલા ટકા આપી દઈશ તો એવુ ન કરશો નહી તો બેંક તમારા એકાઉંટની છેલ્લી 6 મહિનાની રિપોર્ટ જોશે અને પહેલીવાર જ તમારા ખાતામાં આટલા પૈસા આવ્યા હશે તો તમને જરૂર પૂછપરછ કરશે.. 
 
2. બેંક નહી તો પોસ્ટઓફિસમાં જાવ 
 
10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી તમે ચાહો તો પોસ્ટઓફિસમાં જઈને તેને જમા કરાવી શકો છો.  તેથી વર્તમાન નોટોને લઈને પરેશાન થવાની બિલકુલ જરૂર નથી.  નોટ બદલવા માટે વિશેષ બંદોબસ્ત કરશે બેંક .. જાણો ડિટેલ..  
 
3. આ તારીખોનુ રાખો ધ્યાન 
 
આ સંબંધમાં 10 નવેમ્બર અને 30 ડિસેમ્બરની તારીખ તમારે માટે ખાસુ મહત્વ રાખે છે. કારણ કે આ દરમિયાન તમારી આ જૂની નોટોને  બદલવી પડશે.  પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આ માટે કહ્યુ કે તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ કામ કરવા માટે તમારી પાસે પૂરા 50 દિવસ છે. 
 
4. બેંકની ડેટ કાઢશો તો  RBI છે ને.. 
 
કેટલાક કારણોથી જે લોકો 1,000 રૂપિયા અને 500ના નોટ 30 ડિસેમ્બર સુધી જમા ન કરાવી શકે.  તે લોકો ઓળખ પત્ર બતાવીને 31 માર્ચ 2017 સુધી નોટ બદલાવી શકશે. તેથી જો તમે યાત્રા પર છો કે કોઈ કારણથી 50 દિવસ પછી પણ નોટ નથી બદલી શકતા તો આ માટે ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અને સરકાર ગ્રાહકોના હિત માટે સંપૂર્ણ રીતે સજાગ છે. તેથી બિલકુલ પણ પરેશાન ન થાવ. 

વેબદુનિયા પર વાંચો