તસ્વીરો સાથે જ લગ્ન માટે પ્રપોઝ કરનારી યુવતીઓએ ફિગર, કલર, હાઈટની ડિટેલ્સ પણ મોકલી છે. ઉલ્લેખનીય છે કે તેજસ્વી બિહારના માર્ગ નિર્માણ મંત્રી પણ છે. તેમણે રસ્તાની સમસ્યાને લઈને એક વ્હાટ્સ એપ નંબર રજુ કર્યો હતો જેના પર કોઈપણ માણસ પોતાના વિસ્તારના રોડની સમસ્યાને લઈને ફોટો મોકલી શકે છે અને પછી એ નંબર પર વિભાગ કાર્યવાહી કરતુ.
તેજસ્વી યાદવે મજાકમાં કહ્યુ કે જો પરણેલા હોતા તો ફંસાય જતા. તેજસ્વી અને તેમના મોટાભાઈ તેજ પ્રતાપ બંને નીતીશ કુમાર કેબિનેટમાં સામેલ છે. 26 વર્ષના તેજસ્વી યાદવ લાલૂ અને રાબડીના સૌથી નાના પુત્ર છે. આમ તો લાલુ યાદવ પણ માને છે કે તેજસ્વીની વય હાલ લગ્ન કરવાની થઈ ચુકી છે અને ટૂંક સમયમાં જ તેમના લગ્ન કરી દેવામાં આવશે. તેમા જાતિ કોઈ અવરોધ નહી બને.