26/11ના માસ્ટરમાઈંડ હાફિઝના નિશાના પર નવી દિલ્હી !!

ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (11:51 IST)
પાકિસ્તાનના આર્મી સ્કૂલમાં થયેલ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવાતા 26/11 આતંકી હુમલાના માસ્ટરમાઈંડ હાફિઝ સઈદે ભારત સાથે બદલો લેવાની ચેતાવણી આપી છે. 
 
દ્દુનિયાભરના જેહાદીઓની ગતિવિધિઓને મોનિટર કરનારી સંસ્થા 'SITE'એ પોતાની રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે સઈદ ભારત પર હુમલો કરી શકે છે. જમાત ઉદ્દ દાવા પ્રમુખ હાફિઝ મોહમ્માદ સઈદ ભારત પર હુમલો કરવાની તાકમાં છે. 
 
ગુપ્ત એજંસીઓ ટાઈમ્સ નાઉએ 'SITE INTEL'ના હવાલાથી ટ્વીટ કર્યુ છે કે સઈદ નવી દિલ્હીના બે મોટા હોટલ લોબી કે આગરા હાઈવે વચ્ચે કોઈ વસ્તુને નિશાન બનાવી શકે છે. ગુપ્ત એજંસીઓએ પણ બધા મેટ્રો શહેરો એલર્ટ એડવાઈઝરી રજુ કરી દીધી છે.  
 
ઉલ્લેખનીય છે કે સિડનીના લિંટ કેફે અને પાકના આર્મી સ્કુલમાં બર્બર હુમલા પછી ભારત પર આતંકવાદીઓનો  હુમલો થઈ શકે છે. જેને કારણે ભારત સરકારે બધા રાજ્યોને હાઈ એલર્ટ રજુ કરી દીધુ છે. 

વેબદુનિયા પર વાંચો