બીજેપી ધારાસભ્યનું વિવાદિત નિવેદન - #JNUમાં રોજ મળે છે 2 હજાર દારૂની બોટલ અને 3 હજાર કોંડોમ

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (11:22 IST)
જેએનયૂ વિવાદમાં બીજેપીના એક એમએલએ  પોતાનુ નિવેદન આપીને ફરી વાતાવરણ ગરમાવ્યુ છે. ધારાસભ્યએ કહ્યુ છે કે જેએનયૂમાં રોજ 50 હજાર ચિકનના હાડકા, 3 હજાર વાપરેલા કોંડોમ અને 500 ઉપયોગ કરેલા એબોર્શન ઈંજેક્શન મળે છે. 
 
રાજસ્થાનના અલવર જીલ્લામાં રામગઢના બીજેપી ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ સોમવારે અહી વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે એ પણ કહ્યુ કે જેએનયૂમાં દરરોજ 10 હજાર સિગરેટના બટ પણ મળે છે. જ્ઞાનદેવ આટલેથી જ ચૂપ ન રહ્યા. તેમણે જેએનયૂના વિદ્યાર્થીઓ પર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 'નેકેડ ડાંસ' (નગ્ન નૃત્ય) કરવાનો પણ આરોપ લગાવ્યો.  
 
આહુજાએ એક માર્ચને સંબોધિત કરતા કહ્યુકે તેઓ સોશિયલ મીડિયા પર પ્રચારિત તથ્યોની વાત કરી રહ્યા છે. જ્યારે દેશભરમાં દુર્ગાષ્ટમી ઉજવવામાં આવે છે ત્યારે જેએનયૂના વિદ્યાર્થી મહિષાસુરની જયંતી મનાવે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક અન્ય બીજેપી એમએલએ કૈલાશ ચૌઘરીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ફાંસી પર ચઢાવવા જવાની વાત કહીને વિવાદ ઉભો કરી દીધો હતો. 

વેબદુનિયા પર વાંચો