યાકુબ મેમનની ફાંસીની અરજી પર નિર્ણય મંગળવારે

સોમવાર, 27 જુલાઈ 2015 (13:17 IST)
વર્ષ 1993ના મુંબઈ હુમલાના ગુનેગાર યાકૂબ મેમનની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો નિર્ણય ટાળી દીધો છે. મેમનની અરજી પર મંગળવારે નિર્ણય આવશે. જેમા ડેથ વોરંટને પડકાર આપવામાં આવ્યો છે. યાકૂબે 30 જુલાઈના રોજ અપાનારી ફાંસી ટાળવાની માંગ કરી છે. 
 
સુપ્રીમ કોર્ટમાં સોમવારે યાકૂબની અરજી પર એક કલાકથી વધુ સમય સુધીની સુનાવણી કરવામાં આવી. પણ જજોના બેચનું માનવુ છેકે મામલામાં હાલ વધુ સુનાવણી કરવાની જરૂર છે. જસ્ટિસ દવેએ પુછ્યુ કે એક માણસ બે સ્થાન પર એક સાથે અપીલ કરી શકે છે. જસ્ટિસે એ પણ પુછ્યુ કે જ્યારે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની પાસે અરજી આવમાં આવી છે આવામાં ડેથ ઓર્ડર રજુ કરી શકાય છે.  તમામ સવાલ જવાબ પછી સુનાવણી મંગળવારે 10:30  રજુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેથી સુનાવણી પછી મંગળવારે અરજી પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. 
 



1 યાકૂબની અરજી પર કોર્ટે ત્રણ જજોની એક બેંચ બનાવી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે યાકુબને ફાંસી નથી આપી શકાતી. કારણ કે ટાડા કોર્ટના ડેથ વોરંટ ગેરકાયદેસર છે.  ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલના રોજ રિવ્યુ પિટીશન રદ્દ થાય પછી યાકુબનુ ડેથ વોરંટ રજુ થયુ હતુ. જ્યારે કે ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં લંબિત હતી. આવામાં ક્યૂરેટિવ પહેલા ડેથ વોરંટ રજુ કરવુ ગેર કાયદેસર છે. આ માટે 27 મે 2015ના સુપ્રીમ કોર્ટના જજમેંટનો હવાલો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ 2010માં પોતાના પરિવારના 7 લોકોની હત્યા કરનારી શબનમ અને તેના પ્રેમીનું ડેથ વોરંટ રદ્દ કર્યુ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો