19 સપ્ટેમ્બર સુધી હાજર નહીં થઈ શકું - આસારામ

ગુરુવાર, 29 ઑગસ્ટ 2013 (11:53 IST)
P.R
યૌન શોષણના આરોપી આસારામ 30 ઓગસ્ટ પછી પૂછપરછ માટે જોઘપુર પોલીસ સામે રજૂ થયા બાદથી ફરી ગયા છે. આસારામે જોઘપુર પોલીસને ચિઠ્ઠી લખીને કહ્યુ છે કે તેઓ 19 સપ્ટેમ્બર સુધી પૂછપરછ માટે હાજર નહી થઈ શકે. આસારામે તેનુ કારણ વ્યસ્ત કાર્યક્રમનુ હોવુ જણાવ્યુ છે.

બીજી બાજુ જોઘપુર પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે 30 ઓગસ્ટ પછી આસારામને વધુ સમય નહી આપવામાં આવે. મતલબ આસારામની મનમરજી પર લગામ લગાવવાના સંકેત પણ પોલીસે આપ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આસારામ પર કિશોરી બાળાના યૌન શોષણનો આરોપ છે. જેની તપાસ કરી રહેલ જોઘપુર પોલીસે આસારામને 30 ઓગસ્ટ સુધી રજૂ થવાનુ વચન આપ્યુ હતુ. જોઘપુર પોલીસ મંગળવારે સમનની સાથે ઈંદોરમાં આસારામના આશ્રમ પહોચી અને તેમને સમન પકડાવ્યુ. પરંતુ સમન સોંપવા માટે પણ પોલીસને કલાકો સુધી રાહ જોવી પડી. પહેલા તો આશ્રમ તરફથી સમન લેવાનો સ્પષ્ટ ઈંકાર કરવામાં આવ્યો પછી કહેવામાં આવ્યુ કે બાપુ ધ્યાનમાં છે. ત્યારબાદ કલાકો સુધી પોલીસને આશ્રમ બહાર જ બેસી રહેવુ પડ્યુ હતુ. છેવટે સાત કલાક રાહ જોયા બાદ આસારામે સમન લીધુ.

વેબદુનિયા પર વાંચો