ઉત્તર પ્રદેશ : બે ટ્રેનો અથડાતાં 12 લોકોના મૃત્યુ, 45 ઘાયલ

બુધવાર, 1 ઑક્ટોબર 2014 (11:27 IST)
ઉત્તર પ્રદેશના ગોરખપુર કેંટ સ્ટેશન પાસે ટ્રેનને એક ગોઝારો અકસ્માત નડ્યો છે. મંગળવારે રાત્રે પોણા અગિયાર વાગ્યાના સુમારે બે ટ્રેનો અથડાતાં ઓછામાં ઓછા બાર પેસેંજર માર્યા ગયા હતા અને 45 લોકો ઘાયલ છે. મૃતકોની સંખ્યામાં હજુ થોડો વધારો થવાની શક્યતા છે. રેલવે વિભાગ દ્વારા ટ્રેન અથડાવવાનું કારણ સાઈડ કોલિજન બતાવવામાં આવી રહ્યું છે. કૃષક એક્સપ્રેસે બરૌની એક્સપ્રેસના છેલ્લા ડબાઓને ટક્કર મારતાં ત્રણેક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.
 
ઉત્તર રેલવેના ડીઆરએન અનુપ કુમાર પણ આ ઘટનાનો સ્વીકાર કર્યો છે. અનુપ કુમારે જણાવ્યું છે કે આ ટ્રેન સામસામે અથડાઈ ગઈ છે. ઘટનામાં 2 ટ્રેનના ડબ્બા અસર ગ્રસ્ત થયા છે. લાલ સિગ્નલ હોવા છતાં ટ્રેન હંકારી જનારા કૃષ્ક એક્સપ્રેસના મોટરમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.ઘટનામાં સૌથી વધારે નુકસાન લખનૌ-બરૌની એક્સપ્રેસને થયું છે. ગોરખપુરના ડીએમ રંજન કુમારના જણાવ્યાં પ્રમાણે ઈમરજન્સી બ્રેક લગાવવાના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો