10 વર્ષમાં 24 ટકા વધી મુસ્લિમ વસ્તી

ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (12:09 IST)
2001-2011ના દરમિયાન કરાવવામાં આવેલ વસ્તીગણતરીમાં જાણ થઈ છે કે 10 વર્ષમાં મુસ્લિમોની જનસંખ્યા 24 ટકા વધી ગઈ છે. તાજા રજુ થયેલા આંકડા મુજબ દેશની કુલ જનસંખ્યામાં 14.2 ટકા લોકો મુસ્લિમ છે. જ્યારે કે 2001માં કુલ જનસંખ્યાના 13.4 ટકા હતી. આ સમાચાર અંગ્રેજી છાપુ ધ ટાઈમ્સ ઓફ ઈંડિયા એ આપી છે. ટૂંક સમયમાં જ જનસંખ્યાના ધાર્મિક આંકડા રજુ થશે. ઉલ્લેખનીય છે કે ધર્મના આધાર પર જ કોઈ વસ્તીગણતરીના આંકડા ટૂંક સમયમાં જ સાર્વજનિક થવાના છે. આંકડા 2011 સુધીના છે અને યુપીએ સરકારના સમયમાં એકત્ર કરવામાં આવ્યા હતા. પણ તેને હજુ સુધી સાર્વજનિક નથી કરાવવામાં આવ્યા. 
 
1991-2001માં મુસ્લિમોની વસ્તીગણતરીનો વિકાસ દર 29 ટકા હતો. વર્તમાન દસકામાં મુસ્લિમોની વસ્તી વધારો દરમાં ઘટાડો આવ્યો છે. જો કે તાજા આંકડૅઅ દેશની સરેરાશ વૃદ્ધિ દર 18 ટકાથી વધુ છે. 
 
છાપાએ દાવો કર્યો છે કે અસમમાં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી. 2001માં રાજ્યની વસ્તીમાં મુસ્લિમોનો ભાગ 30.9 ટકા હતા. પણ એક દસકા પછી આ આંકડો વધીને 34.2 ટકા થઈ ગયો. ઉલ્લેખનીય છે કે અસમ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બાંગ્લદેશી નાગરિકોની સમસ્યાનો સામનો કરતા રહ્યા છે. 
 
પશ્ચિમ બંગાળમાં પણ મુસ્લિમોની જનસંખ્યામાં વધારો નોંધાયો છે. 2001માં રાજ્યની કુલ વસ્તી 25.2 ટકાની તુલનામાં 2011માં આ 27 ટકા સુધી પહોંચી ગઈ. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ મુસલમાનોની વસ્તીમાં તેજી જોવા મળી છે. ઉત્તરાખંડની કુલ જનસંખ્યામાં મુસલમાનોની ભાગીદારી 11.9 ટકાથી વધીને 13.9 ટકા થઈ ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો