10મીએ પૃથ્વીનાં પેટાળમાં થશે અદભૂત પ્રયોગ

વેબ દુનિયા

રવિવાર, 7 સપ્ટેમ્બર 2008 (16:20 IST)
10 સપ્ટેમ્બરે પૃથ્વી પર પ્રલય આવશે, તેવા કેટલાંક દિવસોથી અખબારોમાં અહેવાલ જોવા મળે છે. આ અહેવાલ આવવાનું કારણ ફ્રાંસ અને સ્વીત્ઝરલેન્ડ વચ્ચે 27 કિલોમીટરનાં પટ્ટામાં ફેલાયેલ અન્ડરગ્રાઉન્ડ લેબોરેટરી છે. આ લેબોરેટરીનું વિવિધ ચરણોમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેથી તેનાથી ડરવાની કોઈ જરૂર નથી.

આ લેબોરેટરીમાં બ્રહ્માંડની ઉત્પતિ સમયની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. તેમજ પૃથ્વની ઉત્પતિનું કારણ જાણી શકાશે. યુરોપીય એટોમીક એજન્સી દ્વારા કરવામાં આવી રહેલાં પ્રયોગો અંતર્ગત સર્ન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ આ પ્રયોગમાં વિશ્વનાં 80 દેશો સામેલ છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેમજ આ પ્રયોગથી પૃથ્વીને કોઈ નુકસાન થશે નહીં.

1994થી અત્યાર સુધી એચએલસી સુરક્ષા સમીક્ષાથી સ્પષ્ટ છે કે એચએલસી પ્રાયોગિક કાર્યક્રમથી વધુ શક્તિ ઉત્સર્જીત થઈ છે. અને, પૃથ્વીને તેનાથી કોઈ નુકસાન નથી. પ્રો.યશપાલે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક બે સાઈક્લોટ્રોનથી નીકળનાર વિદ્યુત કિરણોની ટક્કર થી ઉર્જાને એક પાઈપ જેવી વિશાળ લેબમાં બંધ કરશે. અને, તેના પરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનો પ્રયોગ કરશે.

તેમણે જણાવ્યું હતું કે આ ઉર્જાને 60 થી 70 કિલોમીટર લાંભી લેબોરેટર એલએચસી મશીનનાં ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેના માટે મોટાં મેગ્નેટોનો ઉપયોગ કરવામાં આવશે. જે સુપર કંડક્ટીંગ પ્રકૃતિનાં છે. જે તારોનાં ગુંચળામાંથી તે કણોને વહેવડાવવામાં આવશે, તે લિક્વી઼ડેટર સાથે જોડાયેલા હોવાથી તે ઠંડા રહેશે. અને, તેમાં વિસ્ફોટ થવાની કોઈ શક્યતા રહેશે નહીં.

વેબદુનિયા પર વાંચો