1લી એપ્રિલ 'મોદી દિવસ' તરીકે ઉજવાશે !!

શનિવાર, 28 માર્ચ 2015 (17:36 IST)
સુપ્રીમ કોર્ટે સાઈબર કાયદાની વિવાદિત ધારા 66એ ને રદ્દ કરી દીધો છે. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા બાબતે પોલીસ હવે ઉતાવળમાં ધરપકડ નહી કરી શકે. બીજી બાજુ આ ધારાના ખતમ થતા જ તેની અસર દેખાય રહી છે. સોશિયલ મીડિયા અર એક એપ્રિલ મતલબ મુર્ખ દિવસ મનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. 
 
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ છે કે એક એપ્રિલના રોજ  'મોદી દિવસ' ના રૂપમાં મનાવાશે. ફેસબુક પર કરવામાં આવેલ એક પોસ્ટમાં તેમને લખ્યુ છે, 'Breaking news - ભારત સરકારનો નિર્ણય,  1 Aprilને 'મોદી દિવસ'ના રૂપમાં મનાવાશે.  
 
બીજી બાજુ વ્હાટ્સએપ પર એવા કેરીકેચર પણ શેર કરવામાં આવી રહ્યા છે જેના પર એક એપ્રિલને મોદી દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સોશિયલ મીડિયાએ એક એપ્રિલને કેજરીવલ દિવસ, પપ્પુ દિવસ અને ફેંકુ દિવસના રૂપમાં ઉજવ્યો હતો.  

વેબદુનિયા પર વાંચો