૭મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ઝારખંડમાં જંગી સભા ગજવશે

શુક્રવાર, 30 ઑગસ્ટ 2013 (14:04 IST)
P.R
લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે ત્યાદરે ભાજપના ચૂંટણી સમિતિના અધ્યભક્ષ અને સ્ટા ર પ્રચારક ગુજરાતના મુખ્યા પ્રધાન નરેન્દ્રિ મોદી સપ્ટે મ્બીરના પ્રથમ પખવાડિયામાં ઝારખંડ, રાજસ્થાચન અને હરિયાણાનો પ્રવાસ કરીને જંગીસભાને સંબોધશે. સૂત્રોના જણાવ્યાા મુજબ મુખ્ય પ્રધાન નરેન્દ્રત મોદીને ભાજપની કેમ્પેંઈન કમિટીનો હવાલો સોંપાયા બાદ રાષ્ટ્રીયકક્ષાએ તેમની જવાબદારીઓ વધી ગઈ છે ત્યાદરે મોદીએ વિવિધ રાજયોના પ્રવાસ ખેડીને મતદારોને રિઝવવાના અને ભાજપ તરફી મોજું ઊભું કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. તાજેતરમાં હૈદરાબાદ ખાતે તેમની જંગી જાહેરસભા યોજાઈ હતી. તેમણે દક્ષિણ ભારતના સંતો-મહંતોના આશીર્વાદ મેળવીને મીડિયામાં મોદી છવાઈ ગયા હતા. હવે તેઓ કોંગ્રેસ શાસિત રાજસ્થાજન, હરિયાણા અને ઝારખંડમાં જઈને જંગી સભાઓને સંબોધશે. સભામાં વધુને વધુ જનમેદની એકઠી થાય તે માટે પ્રદેશ ભાજપ એકમોને કામે લગાડી દેવામાં આવ્યાર છે. યુવાનો સાથે ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન આગામી તા.૭મી સપ્ટેઠમ્બોરના રોજ ઝારખંડની મુલાકાત લેશે અને જંગી જાહેરસભાને સંબોધશે. મોદીની સભાને સફળ બનાવવા માટે બિહાર ભાજપ અગ્રણીઓ પણ ઝારખંડ પહોંચી ગયા છે.

વેબદુનિયા પર વાંચો