પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેપાર સમિતિને સંબોધિત કરતા કહ્યુ કે ભારત જાપાન સાથે રિસર્ચમાં પણ સહયોગ કરવા માંગે છે. મોદી કહ્યુકે 100 દિવસમાં અમે પ્રશંસનીય પગલા ઉઠાવ્યા છે અને દેશમાં ગુડ ગવર્નેસ પર જોર આપ્યો છે. અમે જે 100 દિવસમાં નિર્ણય કર્યા તેના પરિણામ દેખાય રહ્યા છે. તેમણે કહ્યુ કે તેઓ સરકાર અને વેપારીઓ વચ્ચેની તાલમેલને સારી રીતે સમજે છે.