હું ચાહુ તો વરસાદ કરાવી શકુ છુ - આસારામ બાપૂ

ગુરુવાર, 28 માર્ચ 2013 (12:39 IST)
P.R
એક બાજુ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર અને મહારાષ્ટ્ર ભીષણ દુકાળની ચપેટમાં છે. ઘણા ગામમાં મહિલાઓને પીવાનું પાણી ભરવા 5-5 કિલોમીટર સુધી જવુ પડે છે. સૌરાષ્ટ્રમાં પાણીની ઉણપનો સામનો કરી રહેલ કેટલાક ગામમાં કુંવારાના લગ્ન પણ નથી થઈ રહ્યા. બીજી બાજુ ખુદને સંત કહેનારા આસારામ બાપૂએ હોળીના બહાને ખૂબ પાણી બરબાદ કર્યુ અને તેના પર પ્રશ્નો ઉઠાવતા કહ્યુ કે પાણી કોઈના બાપનું નથી. તેમણે ભગવાનને યાર કહીને સંબોધિત કર્યા અને અહી સુધી કહી દીધુ કે જ્યા પણ દુકાળ પડ્યો છે ત્યા હું વરસાદ લાવી દઉં છુ.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પોતાના ભક્તો સાથે હોળી રમતા આસારામે બધી સીમાઓ ઓળંગી નાખી. આસારામે મીડિયાવાળાની તુલના કુતરાઓ સાથે કરી. એટલુ જ નહી તેમને કહ્યુ કે અમે કોઈ સરકારના બાપ પાસેથી પાણી નથી લેતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 40 વર્ષના સૌથી ભીષણ દુકાળનો સામનો કરી રહેલ મહારાષ્ટ્રની સરકારે આસારામને ફક્ત એટલુ જ કહ્યુ કે લોકો તરસે મરી રહ્યા છે, તમે હોળીના નામે પાણી ન બરબાદ કરો અને પાણી આપવાની ના પાડી દીધી. તો આસારામ બાપુનો ગુસ્સો આસમાન પર ચઢી ગયો. તેમણે આધ્યાત્મિક સંતની પરંપરાને બાજુ પર મુકીને એક રોડછાપની જેમ વ્યવ્હાર કર્યો. મીડિયા પર નિશાન સાધતા બાપૂએ કહ્યુ કે બાપૂ મગ દળી રહ્યા છે અને કૂતરા (મીડિયા) ભસી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો