હું ગંદગી કરીશ નહી ,કોઈને કરવા દઈશ નહીં : એક ભારતીય નાગરિકની પ્રતિજ્ઞા

ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (14:04 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ગુરૂવારે ગાંધી જયંતીના દિવસે શપથ સાથે થશે.   જેમાં શપથ લેવામાં આવશે ક એ હું ગંદગી કરીશ નહી ,કોઈને કરવા દઈશ નહી 
 
ગાંધી જયંતીના દિવસે શરૂ થવા જઈ રહેલ સ્વચ્છ ભારત અભિયાનમાં જે શપથ લેવડાવામાં આવશે તે આ પ્રકાર છે. મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય આઝાદી ન હતી. પરંતુ એક સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળ તોડીને ભારત માતાને આઝાદ કરાવી હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીને દૂર કરીને ભારત માતાની સેવા કરીએ. 
 
હું શપથ લઉ  છું કે હું પોતે સ્વચ્છતા પ્રત્યે સજગ રહીશ અને તેની માટે સમય આપીશ દર વર્ષે 100 કલાક એટલે કે અઠવાડિયમાં બે કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા સંકલ્પને ચરિતાર્થ કરીશ 
 
હું ન ગંદકી કરશ કે ન કરવા દઈશ. સૌથી હું મારા પોતાનાથી મારા પરિવારથી મારા વિસ્તારથી મારા ગામથી અને  મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ . 
 
હું માનું છું કે દુનિયામાં જે દેશ સ્વચ્છ લાગે છે તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિક ગંદકી કરતા નથી અને કરવા દેતા નથી આ વિચાર સાત્જે સાથે હું ગામ- ગામ અને ઠેકઠેકાણે સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ. 
 
 

વેબદુનિયા પર વાંચો