જાકિરે કહ્યુ કે મે કહ્યુ હતુ કે દરેક મુસ્લિમે એક આતંકી હોવુ જોઈએ જેથી તે અસામાજિક તત્વોના મનમાં આતંક ભરી શકે. મે હંમેશા કહ્યુ છે કે કોઈ પણ મુસ્લિમે માણસ મટે આતંક ઉભો ન કરવો જોઈએ. તેમણે કહ્યુ કે સિંગાપુરમા ઓસામા વિશે આપેલ નિવેદનમાં પણ છેડછાડ કરવામાં આવી છે. ઓસામા ન તો મારા મિત્ર છે ન તો દુશ્મન. હુ તો તેન જાણતો પણ નથી. મે ક્યારેય તેમને આતંકી પણ કહ્યુ નથી અને સંત પણ કહ્યુ નથી. યૂ-ટ્યૂબ પર મારા આવા અનેક વીડિયો છે જે ડૉક્ટર્ડ છે.
જાકિરે કહ્યુ કે જ્યારે મે જોયુ કે મારા ભાષણોની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે તો મે આતંકવાદ અને ઈસ્લામને લઈને આવા વાક્યોનો ઉપયોગ બંધ કરી દીધો. તેમણે કહ્યુ કે મારા અનેક ફોલોઅર છે તેથી હુ લોકોને પ્રભાવિત કરુ છુ. પણ આ કહેવુ મુર્ખતા હશે કે હું આતંકવાદને પ્રમોટ કરુ છુ. દુનિયાની કોઈપણ તપાસ એજંસીએ આવુ નથી જોયુ.