હાફિજ સઈદ દિલ્હી પર હુમલો કરાવવાની તાકમાં, દિલ્હીમાં હાઈ એલર્ટ

શુક્રવાર, 9 ઑગસ્ટ 2013 (16:34 IST)
P.R
26/11ના માસ્ટરમાઈંડ હાફિજ સઈદ દિલ્હીમાં હુમલાને અંજામ આપી શકે છે. સૂત્રોનુ માનીએ તો આઈબીએ આ સંબંધમાં દિલ્હી પોલીસને ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી મળ્યા બાદ દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે.

સઈદે કરાંચીમાં એક રેલીમાં વર્ષ 2000માં લાલકિલ્લા પર કરવામાં આવેલ આતંકી હુમલાન દોહરાવવાની ધમકી આપી. સઈદે કહ્યુ કે ભારતમાં વર્ષ 2000 જેવા હુમલા કરવા ખૂબ જ જરૂરી છે. સઈદે કહ્યુ કે ભારતમાં પણ બીજા દેશોની જેમ જેહાદ ફેલાવવો જોઈએ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ઘમકી પછી દિલ્હીમાં એલર્ટ રજૂ કરવામાં આવ્યુ છે. બીજી બાજુ હાફિજ સઈદે આજે લાહોરમાં હજારો લોકોની સાથે ઈદની નમાજ અદા કરી. અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલના મુજબ હાફિજે નમાજીઓનું નેતૃત્વ કર્યુ. જેને લઈને લાહોરમાં જુદા જુદા સ્થાન પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઈદ પર અમેરિકાએ 10 મિલિયન ડોલરનુ ઈનામ જાહેર કરી રાખ્યુ છે. અમેરિકાનુ કહેવુ છે કે તે હાફીજ સાથે સંકળાયેલ સૂચનાઓ પર નજર રાખીને તેને કાયદાના શિકંજામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

26/11 મુંબઈ હુમલાને લઈને ભારતમાં મોસ્ટ વોંટેડ અને લશ્કર એ તોએબાના સંસ્થાપક સઈદે આ વર્ષની શરૂઆતમાં કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાનમાં એક સામાન્ય નાગરિકની હેસિયતથી ક્યાય પણ જવા આઝાદ છે. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલ ઈંટરવ્યુમાં હાફિજે કહ્યુ હતુ કે તે ક્યાય પણ જવા માટે આઝાદ છે અને તેનુ નસીબ અમેરિકા નહી પણ ખુદાના હાથમાં છે.

વેબદુનિયા પર વાંચો