હવે જન ધન યોજનાના બેંક ખાતામાં છેતરપીંડીની આશંકા

મંગળવાર, 24 મે 2016 (16:35 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહ્તવકાંક્ષી યોજના જન ધનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. વડાપ્રધાન જ્યાં પણ જાય ત્યાં ભાષણમાં આ યોજનાન ઓ ઉલ્લેખ કરવાનું  ચૂકતા નથી જોકે , આ યોજનમાં મોટાપાયે ગડબડો થવાની શકયતા રહેલી છે. આ દાવો અન્ય કોઈએ નહી પરંતુ ખુદ રીઝર્વ બે6ક ઓફ ઈંડિયા દ્વારા કરાયો છે. રીઝર્વ બેંકે આશંકા વ્યકત કરી છે કે જન , ધન યોજના દ્વારા ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની વિશેષ શકયતા રહેલી છે. આરબીઆઈએ બેંકોને આ અંગેની ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા પણ સૂચના આપી છે. આરબીઆઈના ડેપ્યુઉટી ગવર્નર એસએસ મુંદડાએ જણાવ્યું કે બેંકો પાસે જન ધન યોજનાથી ખોલાયેલા ખાતાઓને નિરીક્ષણ માટે યોગ્ય પ્રણાલી ઉપલબ્ધ નથી. 
 
તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ખોલાયેલ ખાતાઓમાં મોટાપાયે છેતરપિંડીની શકયતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે બેંકોએ આ યોજના અંતર્ગત ખોલાયેલ ખાતાઓમાં વિશેષ સતર્કતા રાખવાની જરૂર છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો