સૌરવ ગાંગુલીના ભાજપ પ્રવેશની અટકળોથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો.

ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (15:54 IST)
પશ્ચિમ બંગાળમાં થોડા મહિનાઓઅમાં જ વિધાનસભાની ચૂંટણીઓઅ યોજવાની છે. ભાજપ દ્વ્રારા મમતા બેનરજીના પક્ષના સાંસદો ધારાસભ્યોને ભાજપમાં સમાવવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. સૌરવ ગાંગુલીના ભાજપ પ્રવેશની અટકળોથી બંગાળના રાજકરણમાં અત્યારથી જ અ ગરમાવો આવી ગયો છે. 
 
સૂતત્રો પાસેથી મળતી  માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમને 2003માં વિશ્વકપની ફાઈનલ સુધી પહોંચાડનારા અને સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી પક્ષના ટોચના નેતાઓઅના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીના જોડાઈ શકે છે. 
 
ભાજપે પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી અભિયાન વેગવતું બનાવ્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અહીં વારવાર રેલી કરી રહ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે આગ ઝરતાં નિવેદનનો પણ આપી રહ્યા છે. 
 
ભાજપ પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય ચહેરોની શોધમાં 
 
બીજેપી પાસે પશ્ચિમ બંગાળમાં કોઈ લોકપ્રિય ચેહતો નથી. આવામાં સૌરવ ગાંગુલીનો ભાજપ પ્રવેશ માસ્ટર સ્ટ્રોક સબિત થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ગાંગુલી મોટી સંખ્યામાં પ્રસંશકો છે. દાદાની દાદી સાથે પન સંબંધો સારા છે. જેના પરિણામે દીદી ચૂંટણી ટાણે જ ગાંગુલીને ખેંચી જાય તે પહેલાં ભાજપે કવાયત હાથ ધરી દીધી છે. 
 
બંગાળ ક્રિકેટ એસોસિયેશનમાં દાવેદારી 
 
બેંગાળ ક્રિકેટ એસોશિયેશનમાં બીસીઆઈમાં ઘણો દબદબો છે. જગમોહન દાલમિયા અને ગાંગુલીની જોડી આ માટે જાણીતી હતી.જો ગાંગુલી ભાજપમાં જોડાય તો તેને બંગાળ ક્રિકેટ એશોશિયેશનમાં પણ મહ્ત્વનો હોદ્દો મળી શકે તેમ છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો