સોનિયા ગાંધીએ પાઠવ્યા અભિનંદન

વાર્તા

સોમવાર, 23 ફેબ્રુઆરી 2009 (15:40 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઓસ્કારમાં ધુમ મચાવવા બદલ સંગીતકાર એ.આર.રહેમાન અને રેસુલ પોકુટ્ટી સહિત તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા છે.

ગાંધીએ પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું છે કે, રહેમાન અને પોકુટ્ટીએ સંગીત અને ધ્વની મિશ્રણ માટે ઓસ્કાર એવોર્ડ જીતી તેમણે માત્ર પોતાને જ નહીં બલ્કે સમગ્ર દેશવાસીઓને અપાર ખુશી આપી છે.

તેમણે તથા ફિલ્મ સ્લમડોલ મિલિનિયોરના ભારતીય કલાકારો, ટેકનિશિયનો તથા અન્ય સ્ટાફે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. તે આપણા ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે.

વેબદુનિયા પર વાંચો