સોનિયને ડોક્ટરેટની પદવી

ભાષા

શનિવાર, 6 સપ્ટેમ્બર 2008 (10:19 IST)
યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીને મદ્રાસ યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કર્યા છે. આ ક્ષણે સોનિયા ગાંધી ખુબ જ ભાવુક થઈ ગયા હતાં. તો કરૂણાનિધિને પણ ડોક્ટરેટની પદવી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

યુનિવર્સિટીનાં કુલપતિ અને તામિલનાડુનાં રાજ્યપાલ સુરજીતસિંહ બરનાલાએ ખીચોખીચ ભરેલા સભાખંડમાં ડોક્ટરેટની પદવી આપી હતી. સોનિયાએ કહ્યું હતું કે આ ક્ષણને હું જીવનભર યાદ રાખીશ. અને, મને જે સન્માન મળ્યું છે, તેની લગભગ હક્કદાર છું.

સોનિયાને લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાનાં આદર્શો પ્રતિ વચનબધ્ધતા, જવાબદારી અને નૈતિકતાની વકીલાતત તથા લોકતાંત્રિક સંસ્થાવાદ અને રાજનીતિક વિકલ્પો વચ્ચે વ્યવહારિક વલણ અપનાવવા બદલ ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન ડો.મનમોહનસિંહ તથા તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ પણ હાજર રહ્યા હતાં.

આ સાથે કરૂણાનિધિને તામિલ ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને દ્રવિડ આંદોલન તથા સામાજિક ન્યાય માટે પ્રયાસ કરવા બદલ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો