સેઝ એક કૌભાંડ : રવિશંકર પ્રસાદ

બુધવાર, 30 એપ્રિલ 2008 (12:49 IST)
ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (સેઝ) મુદ્દે ગઈકાલે રાજ્યસભામાં સરકારની નિંદા કરતાં આક્ષેપ કર્યો હતો કે સેઝ જમીનનો વ્યાપાર કરનારાઓ દ્બારા જમની પર કબજો કરવાનું એક કૌભાંડ છે.

રાજ્યસભામાં વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગનાં કામકાજ પર ચર્ચાની શરૂઆત કરતાં રવિશંકર પ્રસાદે સરકાર પાસે માંગણી કરી હતી કે તે એ વાતનો ખુલાસો કરે કે સેઝની જમીનનો ઉપયોગ તેનો વ્યાપાર કરનારા લોકો શોપિંગ સેન્ટરો અને હોટલ નિર્માણમાં શા માટે કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, સેઝ માટે મહત્તમ જમીન સીમા પાંચ હજાર હેક્ટર સુધી નક્કી કરવામાં આવી છે. જેમાંથી માત્ર 50 ટકાનો ઉપયોગ ઉદ્યોગ અને બાકી ઈતર ક્ષેત્રમાં થશે. તેમણે જાણવા ઈચ્છ્યું હતું કે, હીરા, ઝવેરાતનાં ઉદ્યોગ માટે આટલી બધી જમીનની જરૂર શા માટે છે.

વેબદુનિયા પર વાંચો