સુરક્ષા દળને મજબુત કરો-રાજનાથસિંહ

વાર્તા

ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:06 IST)
દેશમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિને ડામવા માટે જાસુસી એજન્સીઓ તથા અર્ધસૈનિક દળોને મજબુત બનાવવી જોઈએ. ભાજપનાં પ્રમુખ રાજનાથસિંહે જણાવ્યું હતું કે રાજ્યોનાં પોલીસ તંત્ર વચ્ચે કો-ઓર્ડીનેશન ન હોવાથી પણ આતંકવાદીઓને ફાયદો થઈ જાય છે.

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાઓ દ્વારા બનાવેલા આતંકવાદ વિરોધી કાયદાને કેન્દ્ર મંજૂરી આપે તેવી રાજનાથસિંહે માંગ કરી છે. સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ કાયદા અમલમાં હોત તો ત્રણ શહેરોમાં થયેલા બ્લાસ્ટનાં આરોપીઓ જેલનાં સળીયા પાછળ હોત.

હાલમાં થયેલા હુમલમાં પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની આશંકા પ્રગટ કરતાં તેમણે વિદેશ વિભાગને આ પ્રશ્ન અમેરિકા અને અન્ય આતંરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવા માંગ કરી હતી. તો આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો વચ્ચેનાં ગઠબંધનનો ખુલ્લો પાડવા પુરાવો શોધી નાંખવા પોલીસ તંત્રને જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો