સીમા પર યુદ્ધ જેવી સ્થિતિ, ગોળીબારમાં 1 મહિલાનું મોત 11 ઘાયલ

બુધવાર, 8 ઑક્ટોબર 2014 (12:59 IST)
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર રાગ પર નિરાશા સાંપડતા પાકિસ્તાન ગભરાયુ છે. તે હવે લોહિયાળ રમત રમવા પર આવી ગયુ છે. તે છેલ્લા એક અઠવાડિયાથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્ય છે.  જેને કારણે ભારત પાક સીમા પર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન એક ઓક્ટોબરથી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા સતત ગોળીબાર કરી રહ્યુ છે. તાજા ગોળીબારમાં એક મહિલાનુ મોત થયુ અને એક બીએસએફ જવાન સહિત 11 ઘાયલ થઈ ગયા.  
 
પાકિસ્તાને ભારતની 50 ચૌકીયોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની રેંજર્સ મોર્ટારથી હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાનની તરફથી આખી રાત 192 કિમી લાંબી સીમા પર થોડી થોડી વારે ફાયરિંગ કરવામાં આવ્યુ. સીઝફાયરનું ઉલ્લંઘનનો દાયરો  વધારતા પાકિસ્તાની રેંજર્સે બોર્ડર આઉટપોસ્ટ બીઓપી જમ્મુ સહિત સાંબા અને કઠુઆ ગામમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર રાતથી જ ચાલુ છે અને હજુ પણ ચાલી રહ્યો છે.  
 
એક ઓક્ટોબરથી ચાલી રહેલ ગોલીબારમાં અત્યાર સુધી સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને લગભગ 70 લોકો ઘાયલ થઈ ચુક્યા છે. ગોળીબારના ભયથી અત્યાર સુધી 16000 લોકો પોતાનુ ગામ છોડીને સુરક્ષિત સ્થળો પર જતા રહ્યા છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યુ કે ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી જ પાકિસ્તાની રેંજર્સે આઈબી સહિત બીએસએફની ચોકીઓને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો છે. 

વેબદુનિયા પર વાંચો