સપાની રેલીમાં ગોળાબાર

ભાષા

રવિવાર, 12 એપ્રિલ 2009 (12:01 IST)
ભદોહીના ઉમેદવાર માટે શનિવારે આયોજિત સમાજવાદી પાર્ટીની એક રેલીમાં પાર્ટીના સમર્થકો દ્વારા હવામાં ગોળીબાર કરાતાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

જોકે, સમાજવાદી પાર્ટીના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે,આ ગોળીબાર પાર્ટીના એક ધારાસભ્યને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો કે જેઓ આ સભાને સંબોધિત કરવાના હતા.

ફુલપુર સ્ટેશનના અધિકારી અરૂણ કુમારે કહ્યું હતું કે, આ ઘટના ફુલપુર પોલીસ સ્ટેશનના બરના ગામમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય વિજય મિશ્રા ભાષણ પુરૂ કરી મંચ ઉપરથી ઉતરી રહ્યા હતા ત્યારે બની હતી.

વેબદુનિયા પર વાંચો