'સચ કા સામના'... માં ગુજરાતની હેમલત્તાના ખુલાસાથી પરિવાર ચોંકી ગયો

શનિવાર, 31 માર્ચ 2012 (15:47 IST)
P.R
લાઈફ ઓકે ચેનલ પર આવતા વિવાદાસ્પદ શો 'સચ કા સામના'માં ભરૂચ, ગુજરાતથી આવેલી હેમલત્તા ચાવડા કરેલા ખુલાસોથી તેનો પરિવાર ચોંકી ગયો હતો.

હેમલત્તાએ એ હકીકતનો સ્વીકાર કર્યો હતો કે તેના પિતાએ તેનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હેમલત્તાને પ્રશ્ન પૂછાયો હતો કે શું તેના ભાઈએ તેના પર શારીરિક બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યા હાજર તેના ભાઈએ જ લાલ બઝર દબાવીને સવાલ જ કેન્સલ કરી નાંખ્યો હતો.

તેમ છતાં, 5 ભાઈ-બહેનોમાંની એક હેમલત્તાએ ઉમેશ ચાવડા સાથે પ્રેમલગ્ન કર્યાં છે. જે વાતને લઈને હેમલત્તાના માતા-પિતા તેનાથી નારાજ હતાં અને તેની માતાએ તેને વૈશ્યા કહી હતી. ઉપરાંત, નાનપણમાં જ્યારે તેના પિતાએ તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો તે વાત પર તેની માતાએ જ પડદો પાડી દીધો હતો. આ માટે હેમલત્તા, આજ સુધી પોતાની માતાને માફ નથી કરી શકી.

આ ઉપરાંત, હેમલત્તાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના પતિને એવું કંઈક કરવા માટે ઉશ્કેર્યો હતો જેના કારણે તેને જેલની સજા થઈ શકી હોત. તેણે સ્વીકાર કર્યો હતો કે પોતાના કરજદારોને પૈસા ન ચૂકવવા માટે તે એક શહેરથી બીજા શહેરમાં સ્થળાંતર કરતી ફરે છે. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેણે પૈસા માટે થઈને પોતાની મિત્રના અબોર્શનની વ્યવસ્થા કરતી વેળાએ તેને દગો આપ્યો હતો. તેણે પોતાના ઘરમાં એક કપલ માટે રૂમ ભાડે આપ્યો છે.

તે પોતાના પતિ ઉમેશને પણ પોતાને દગો આપવા માટે માફ નથી કરી શકી. જો કે, આ પ્રશ્નો જવાબ ખોટો પડવાને લીધે હેમલત્તા શોમાંથી 10 લાખ રૂપિયા લઈને ગઈ હતી. અલબત્ત, તેણે કરેલા ખુલાસોએ તેના પરિવાર, પતિને જ નહીં પણ શોના હોસ્ટ રાજીવ ખંડેલવાલને પણ ચોંકાવી દીધા હતાં. અહીં તમે એ એપિસોડનો વીડિયો જોઈ શકો છો.

વેબદુનિયા પર વાંચો