સકારાત્મક્તા અને બીજામાં સારપ શોધશો તો જીવનમાં આનંદ જ આનંદ રહેશે

મંગળવાર, 26 મે 2015 (16:44 IST)
આર્ટ ઓફ લીવીંગના પ્રમુખ શ્રી શ્રી રવિશંકર મહારાજના ૫૯માં જન્‍મદિનની બેંગ્‍લુરૂ આશ્રમે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભકતજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

   આ તકે શ્રી શ્રી રવિશંકર મહારાજે કહ્યું કે, બસ હસતા રહો. બીજાની સારપ શોધશો તો બધુ સારૂં લાગશે. સારૂં લાગશે તો મલકાશો જ. મારી જેમ ત્‍યારે જ આપણી ચારેય તરફ આનંદ જ આનંદ રહેશે. લોકો તે સવાલ જ કરે છે જે તેમને પસંદ છે. પણ જ્‍યારે કોઇ દેશ અને સમાજની ચિંતા કરે છે ત્‍યારે ખુશી થાય છે. ટાઇમ અને સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ વિશે આવેલો સવાલ પણ સારો લાગે છે. આખરે આ તરફ ધ્‍યાન તો અપાય છે.

   શ્રી શ્રી રવિશંકર મહારાજે કહ્યું કે, દુનિયામાં કાંઇ પણ સંપૂર્ણપણે સારૂં અને ખરાબ નથી હોતું. ઝેર ખતરનાક છે, પણ ક્‍યારેક - ક્‍યારેક તે જીવનરક્ષક પણ હોય છે. તમામ જીવનરક્ષક દવાઓ ઝેરી હોય છે. હકીકતમાં યુવાનો પોઝીટીવ હોય છે. તેઓ બીજાઓને ખુશી આપવા માગે છે. આ પોઝીટીવીટીઝ તેમની ર્સ્‍જા છે. ઉર્જા અને રચનાત્‍મકતાથી ભરપૂર આ પેઢી આપણને આનંદિત કરી રહી છે. કદાચ હું તેમના મનની વાત કહું છું.

   તેમની માનસિકતા બદલવી પડશે. તેમને દેશપ્રેમ સાથે જોડવાની જરૂર છે, ત્‍યારે જ યુવાનોની સકારાત્‍મકતા અને  
    પ્રોડક્‍ટિવિટીમાં વૃધ્‍ધિ થશે.

 -  તકલીફ અનુભવવી માનસિક અવસ્‍થા છે. નેગેટીવ વિચારો દુઃખી કરે છે. તેથી તમે પોઝીટીવ વિચારો. બે વાતો યાદ    રાખો - પહેલા વિચારો ‘આ તો એમ જ છે.' બીજો વિશ્વાસ રાખો કે આ સમય પણ નીકળી જશે. પછી ક્‍યારેય નિરાશ કે દુઃખી નહીં રહો.

   પોતાના મનથી નફરત ના કરો. તેની સાથે ના લડો. આવું ના વિચારો કે હું પરેશાન છું. આ નથી, તે નથી, આટલું કામ છે. આમ વિચારો કે મન તો આવા વિષયો પાછળ ભાગે જ છે. તેને હંમેશા માફ કરો તો તેની સાથે તમારો ઝઘડો સમાપ્‍ત થઇ જશે. જ્‍યારે મન સાથે ઝઘડો જ નહીં થાય તો પછી કેવો તણાવ. પછી સમયની કમી પણ સમાપ્‍ત થવા લાગશે. તેમ અંતમાં શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્‍યું હતું.

વેબદુનિયા પર વાંચો