શ્રીનગર - આતંકી હુમલાના ભય હેઠળ આજે મોદીની રેલી, સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

સોમવાર, 8 ડિસેમ્બર 2014 (11:23 IST)
જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસે થયેલ ચાર આતંકવાદી હુમલા પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા છે. 
 
રેલી પહેલા પ્રધાનમંત્રી બદામડી બાગ સ્થિત સેનાના હેડક્વાર્ટર જશે અને હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.  
 
તેથી સ્ટેડિયમની સુરક્ષા એક કિલ્લાની જેમ કરવામાં આવી છે.  દરેક સ્થાને મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ ચાલી રહી છે. શ્રીનગર આવનારી જનારી દરેક ગાડીની તપાસ કરવામાં આવી રહી છે. 
 
સુરક્ષા એંજસીઓ મુજબ શ્રીનગરના સૌરામાં શુક્રવારે માર્યા ગયેલ બે આતંકવાદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીને જ નિશાન બનાવવા આવ્યા હતા. આવામાં સુરક્ષા એજંસીઓએ કોઈ કસર છોડી નથી. 
 
બીજેપીને આશા છે કે મોદીની રેલીમાં લગભગ એક લાખ લોકો ભાગ લેશે. વીતેલા બે ચરણોમાં જોરદાર મતદાનથી રાજનીતિક દળોમાં ઉત્સાહ વધ્યો છે. જો કે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનુ માનવુ છે કે મતદાનને લઈને ખૂબ વધુ ઉત્સાહ આતંકવાદીઓનો હુમલા માટે ઉપસાવી રહ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો