શુ આતંકી હેડલી RSSનો કાર્યકર્તા છે જે મોદીના ઈશારે કામ કરે - શિવસેના

શુક્રવાર, 5 જુલાઈ 2013 (14:38 IST)
અમેરિકામાં પકડાયેલ આતંકી ડેવિડ હેડલીએ શિકાગોની કોર્ટ સામે સ્વીકાર્યુ હતુ કે ઈશરત જહા લશકર-એ-તૈયબા ની એજંટ હતી. મે 2004માં જાવેદ નામનો પાકિસ્તાની એજંટ ઈશરત જહાંની સાથે અમદાવાદની એક હોટલમાં રોકાયો હતો. અમદાવાદમાં એક મહત્વપૂર્ણ સ્થાનની રેકી કરી આતંકી હુમલો કરવાની મોટી યોજના આ ટીમે તૈયાર કરી હતી,પણ સમય પર ગુજરાત પોલીસે આ ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો. આ ખુલાસો ખુદ ડેવિડ કોલમૈન હેડલીએ કયો છે. "હેડલી કોઈ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના લાઠીચાર્જ કાર્યકર્તા તો નથી કે તેના પર આરોપ લગાવી દેવામાં આવે કે તેણે મોદીના ઈશારે ઈશરત જહાંને આતંકી કરાર આપી દીધો." કંઈક આવા જ અંદાજમાં ઈશરત જહાં કેસને લઈને સીબીઆઈ પર શિવસેનાએ નિશાન તાક્યુ છે. સાથે જ નરેન્દ્ર મોદી અને ગુજરાત પોલીસનો બચાવ પણ કર્યો છે.


P.R


શિવસેના મુખપત્ર “સામના”માં ‘ઈશરત મેવ જયતે” શિર્ષકથી છપાયેલા સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પર તુષ્ટીકરણની રાજનીતિ ઉપરાંત સીબીઆઈનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

શિવસેનાએ કહ્યુ હતુ કે આ મામલે નવ વર્ષ પછી સીબીઆઈએ જે રીતે ચાર્જશીટ રજૂ કરી છે. તેનાથી જ લાગે છે કે સીબીઆઈએ કોંગ્રેસ સરકારની ચાકરી કરવાનું જ કામ કર્યુ છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા સંપાદકીયમાં લખ્યુ છે કે ખતરનાક આતંકવાદીને શહીદ કહેવાનું પરાક્રમ આ દેશમાં માત્ર કોંગ્રેસીઓ જ કરી શકે એમ છે. શિવસેનાએ કહ્યુ હતુ કે આ દેશમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આતંકી ગણાવાય છે પરંતુ ઈશરત કેમકે બુરખાધારી મુસ્લિમ છે તેથી તેને નિર્દોષ સાબિત કરવા તમામ પ્રયાસો કોંગ્રેસ કરે છે. હિંદુ-મુસ્લિમોને અલગ-અલગ કરીને કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે.

વેબદુનિયા પર વાંચો