શિક્ષકોને ગ્રેજ્યુએટી સ્કીમમાં આવરી લેવાશે

ગુરુવાર, 31 જુલાઈ 2008 (21:45 IST)
નવી દિલ્હી. દેશમાં શિક્ષકોને હવે ગ્રેજયુએટી સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે. સરકારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એકટમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ દરખાસ્તને અમલી બનાવવામાં આવશે. સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને કેન્દ્રિય કેબિનેટની મિટીંગમાં સ્વીકારી લેવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રિયરંજન દાસમુંશીએ પત્રકારો સાથે વાત કરતાં આ મુજબની માહિતી આપી હતી. કોબિનેટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી બ્લને પરત ખેંચી લેવાના બિલને મંજૂરી આપી હતી. દેશભરના શિક્ષકોને આવરી લેવાની હિલચાલથી ફાયદો થશે. કેબિનેટે નવોદય વિદ્યાલયના તમામ નિયમિત કર્મચારીઓને નવીન પેન્શન સ્કીમની રજુઆત માટે તેની મંજૂરી આપી હતી. જાહેરનામાની તારીખથી આ અમલી બનશે. કર્મચારીઓને સીપીએફ સ્કીમ સાથે ચાલુ રહેવા અથવા તો તેની સ્કીમમાંથી બહાર જવા વિકલ્પ રહેશે.

વેબદુનિયા પર વાંચો