શાહરૂખનો કાર્યક્રમ રદ્દ, વિરોધ પ્રદર્શન

મંગળવાર, 28 સપ્ટેમ્બર 2010 (10:20 IST)
IFM
દક્ષિણી દિલ્લીમાં સોમવારે અંતિમ ક્ષણે એ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો જેમા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને ભાગ લેવાનો હતો. તેઓએ પૂર્વ અનુમતિ ન લીધી હોવાથી તેમનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો. જેને કારણે તેમના પ્રશંસકોએ પ્રદશન કર્યુ અને પ્રદર્શનકારીઓ પર નિયંત્રણ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો.

કાલિંદી કુંજના મનોરંજન પાર્કમાં આયોજીત કાર્યક્રમને રદ્દ કરવાથી ત્યાં તનાવ ફેલાય ગયો અને પોલીસે ત્યાં એકત્ર થયેલા લગભગ 1000 લોકોની ભીડને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આયોજકોએ શાહરૂખ ખાન અને કેટલાક અન્ય કલાકારોને 'દિલ્લી વન રાઈડ' કાર્યક્રમના ઉદ્દઘાટન માટે આમંત્રિક કર્યા હતા.

અધિકારીએ કહ્યુ કે લાઈસેંસિગ શાખાથી કાર્યક્રમના આયોજનની અનુમતિ નહોતી લેવામાં આવી. તેથી અમે ત્યાં ગયા અને કાર્યક્રમને આયોજીત કરવાની અનુમતિ નહી આપી. આયોજકો પાસેથી તેમનો પક્ષ જાણવા માટે સંપર્ક ન થઈ શક્યો.

વેબદુનિયા પર વાંચો