શશિ થરૂર સોનિયા ગાંધીને મળ્યાં

ભાષા

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2009 (15:24 IST)
ઇકોનૉમી ક્લાસને કૈટલ ક્લાસ કહેવાને લઈને વિવાદોમાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે મંગળવારે અહીં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

થરૂર એ સમયે લાઇબેરિયા અને ઘાનાની સરકારી યાત્રા પર હતાં જ્યારે તેમની ટિપ્પણીને લઈને વિવાદ ઉત્પન્ન થયો. સ્વદેશ પહોંચ્યા બાદ તે સોનિયાથી મળવા પહોંચ્યાં.

સોનિયા ગાંધીથી આશરે 20 મિનટની મુલાકાત બાદ થરૂર પત્રકારો સાથે વાત કર્યા વગર જ ત્યાંથી ચાલ્યાં ગયાં. ટ્વીટર પર થરૂરના નિવેદનની કોંગ્રેસે નિંદા કરી હતી જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે થરૂરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેને ત્યાગ-પત્ર આપવા સુધી કહી દીધું હતું.

જો કે, ‘કૈટલ ક્લાસ’ સંબંધી પોતતાની ટિપ્પણી લઈને ચારે તરફથી થઈ રહેલા હુમલાને ધ્યાનમાં લઈને થરૂરે માફી માંગી લીધી હતી.

વેબદુનિયા પર વાંચો