શરીર પર ટેટું હશે તો સેના અને એરહોસ્ટેસની નોકરીનાં દરવાજા બંધ થઇ જશે

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (13:04 IST)
આર્મીમાં અને એરહોસ્ટેસ તરીકે નોકરી મેળવવા માગતાં યુવાનો અને યુવતીઓએ શરીર પર ટેટુ ત્રોફાવવં જોઇએ નહી કારણકે જે યુવાન કે યુવતીએ શરીર પર ટેટુ ત્રોફવાવ્યું હશે તેને આર્મીમાં પસંદ કરવામા આવતાં નથી. જયારે એર હોસ્ટેસ તરીકે પણ યુવતીઓની પસંદગી એરલાઇન્સ દ્વારા કરવામા આવતી નથી તેવં ઇન્ડિયન એસોસિયેશન ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જન દ્વારા યોજવામાં આવેલા સેમિનારમાં તજજ્ઞાએ તેમના મત વ્યકત કરતા જણાવ્યં હતં આ અંગે પ્લાસ્ટિક સર્જનએ જણાવ્યં હતં કે શરીર પર ટેટૂ ત્રોફવાયું હોય તો વ્યકિત કયા ધર્મ કઇ જાતિનો છે તેની ઓળખ છતી થઇ જાય છે.

આથી જેને શરીર પર ટુટુ ત્રોફવાવ્યં હોય તેને આર્મીમાં પસંદગી કરવામાં આવતી નથી .કેટલાય યુવાનો પછી ટેટૂ કઢાવવા માટે કોસ્મેટિક સર્જરી કે લેસર થી તેની સારવાર કરાવવા જાય છે. પરંતુ ટેટુને શરીર પરથી કાઢી શકાતં નથી. આથી યોગ્યતા ધરાવતા હોવાં છતાં વ્યકિતને આર્મીની નોકરી ગુમાવવી પડે છે . આ ઉપરાંત કેટલાય રાજયોમાં પોલીસની નોકરીમાં પણ ભરતી કરવામાં આવતાં નથી.આ ઉપરાંત ટેટુ ત્રોફાવો ત્યારે તેની ડાઇ અને સોયની ગુણવતા યોગ્ય ન હોય તો વ્યકિતને એલર્જી થાય છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જયારે આજ પ્રમાણે કેટલીય એરલાઇન્સ શરીર પર ટેટૂ ત્રોફવાવનાર યુવતીની એર હોસ્ટેસ તરીકેની નોકરી આપવા પર પસંદગી ઉતારતી નથી.

વધુમાં જણાવ્યં હતું કે કોસ્મેટિક સર્જરી જરૂરીયાત વિનાની નથી આજના સ્પર્ધાત્મક યુગમાં ફિલ્મ ટેલિવિઝન અને કોર્પોરેટ ક્ષેત્રે વિકસતી જતી રોજગારીની તકોના લીધે તેની આવશ્યકતા છે કોસ્મેટિક સર્જરી વ્યકિતની માનસિકતા અને મનોબળ મજબૂત કરે છે. જયારે તેમને અનકવોલિફાઇડ બ્યુટી પાર્લરમાં જઇ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા સામે લાલબતી ધરતાં જણાવ્યં હતં કે આવા સ્થળોએ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતાં અનેક રોગના ભોગ બનવાની શકયતા ખુબજ રહેલી છે.

કાયાને સુડોળ બનાવવા માટે માત્ર મહિલાઓ જ કોસ્મેટિક સર્જરી કરાવતી નથી .આજના યુગમાં પુરુષો પણ હવે શરીરને સુડોળ રાખવા માટે સર્જરી કરાવતા થયાં છે. ટેલિવિઝન પરની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા જતાં યુવાનો છાતી લચી પડી હોય તેને ચુસ્ત કરાવવાની સર્જરી કરાવવા માટે ખાસ આવે છે. આવા યુવાનોએ પ્રથમ જીમ અને કસરતનો સહારો લીધો હોય છે, જેમાં તેઓને સફળતા નહી મળતાં તેઓ આ પ્રકારની સર્જરી કરાવવા માટે આવતાં હોવાનં ડો.એ જણાવ્યું હતં. આ સર્જરી લોકોને પરવડે તેવી થઇ હોવાથી હવે લોકો તેની તરફ વળ્યા છે.

વેબદુનિયા પર વાંચો