વિવાદમાં સલમાનની 'વોન્ટેડ' ફિલ્મ

ભાષા

સોમવાર, 31 ઑગસ્ટ 2009 (15:39 IST)
IFM
IFM
બોની કપૂરની સલમાન ખાન સ્ટારર ફિલ્મ વૉન્ટેડ નિયત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રિલીજ નહીં થઈ શકે જો તે ચેન્નઈ કોર્ટના આદેશાનુસાર ફાઈનાન્સર સુશીલ ગુપ્તાને 9 કરોડ રૂપિયાની ચૂંકવણી નહીં કરે તો ફિલ્મની રિલીજ અટકાવી દેવામાં આવશે.

બોની કપૂરે સુશીલ પાસેથી આ રૂપિયા 2006 માં લીધા હતાં. અત્યાર સુધી બોની દ્વારા નાણા પરત ન કરવામાં આવવા પર સુશીલ આ મામલાને કોર્ટમાં લઈ ગયાં.

કાલે કોર્ટે ચૂકાદો આપ્યો કે, બોની કપૂરને ફિલ્મ રિલીજ પહેલા સુશીલ ગુપ્તાને 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. બોની અને તેના વકીલે 3.6 કરોડ રૂપિયા એક બેન્ક એકાઉન્ટમાં જમા કરવા પડશે જ્યારે અન્ય રૂપિયાની ગેરેન્ટી ચેકના રૂપમાં બેન્કથી લેવી પડશે.

સુશીલનું કહેવું છે કે, બોનીએ તેને મુર્ખ બનાવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે મારા પર શ્રીદેવીના બનાવટી હસ્તાક્ષર કરવાનો આરોપ લગાવ્યો. મેં તેમની સામે કેસ નાણા માટે નહીં પણ આબરૂ માટે કર્યો છે.

વેબદુનિયા પર વાંચો