વિરોધ વચ્ચે ચીનના નવા વડાપ્રધાન ભારતમાં

સોમવાર, 20 મે 2013 (11:34 IST)
P.R
:
ચીનના નવા પ્રધાનમંત્રી લી કચ્છાયાંગ ત્રણ દિવસના ભારતના પ્રવાર પર રવિવારે દિલ્હી પહોંચ્યા. લી સાથે અનૌપચારિક મુલાકત દરમિયાન પ્રધાનમંત્રી મનમોહન સિંહે લદ્દાખમાં થયેલ ઘુસપેઠ પર ચિંતા બતાવી. આજે બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે ઔપચારિક વાતચીત થશે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચીનના પ્રધાનમંત્રી લી કચ્છયાંગનો ભારતનો પ્રવાસ શરૂ થયો. ત્રણ દિવસનાં ભારતીય પ્રવાસમાં સોમવારે તેમની મુલાકાત વડાપ્રધા ડૉ.મનમોહન સિંહ સાથે થશે. બંને નેતાઓ વચ્ચે વચ્ચે સીમા વિવાદ, નદિઓ અંગેની બાબત, ટેલીકૉમ અને આતંકવાદ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
P.R

જો કે હાલમાં લદ્દાખમાં સર્જાયેલી પરિસ્થિતીની વિપરીત અસર સંબંધો મજબૂત કરવાની દિશામાં થઇ રહેલા પ્રયત્નો પર કેવી અસર કરશે તેના પર સૌની નજર છે. જ્યારે બીજી બાજુ દિલ્હી અને જંતર-મંતર ખાતે તિબ્બટનાં સમર્થકોએ ચીનનાં વડાપ્રધાન લી કચીયાંગની મુલાકાતનો વિરોધ કર્યો છે.

ચીનનાં વડાપ્રધાન લી કચીયાંગે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ભારતની પસંદગી કરી છે. જેમાં ભારત સાથે સંબંધો મજબૂત કરવાનાં પ્રયાસનાં ભાગરૂપે જોવામા આવે છે.

વેબદુનિયા પર વાંચો