વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા જ બોલચાલની જંગ શરૂ

શનિવાર, 7 ડિસેમ્બર 2013 (15:58 IST)
P.R
ભારતના ચાર રાજ્યોમાં વોટિંગ પછી આવતીકાલે રવિવારે ચૂંટણી પરિણામ સામે આવી જશે. પરિણામ તો આવતીકાલે આવવાના છે, પણ જીભની જંગ શરૂ આજથી જ થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે બે રાજ્યોમાં કોંગ્રેસની નિષ્ફળતા સંબંધી એક નિવેદન આપ્યુ તો બીજેપી તરફથી કહેવામાં આવ્યુ કે આજે બે રાજ્યોની હાર માની છે તો આવતીકાલે ચાર રાજ્યોમાં હાર માની લેશે.

દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામ રવિવારે આવશે. પાંચમા રાજ્યના પરિણામ એક દિવસ પછી આવશે. શનિવારે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યુ કે તેમણે છત્તીસગઢ ને મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસના સારા પ્રદર્શનની આશા છે. પણ દિલ્હી અને મિજોરમમાં કહી નથી શકતા. દિગ્વિજય સિંહે એવુ પણ કહ્યુ કે એક્ઝિટ પોલ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને તેને કચરામાં ફેંકી દેવુ જોઈએ.

આના પર બીજેપીના પ્રવક્તા શાહનવાજ હુસૈને પણ મજાક કરતા કહ્યુ કે કોંગ્રેસના નેતાએ બે રાજ્યોમાં તો હાર માની લીધી છે, આવતીકાલે તેઓ ચારેય રાજ્યોમાં હાર માની લેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી પછી આવેલ બધા એક્ઝિટ પોલમાં બીજેપીને લીડ મળતી બતાવવામાં આવી છે. તેનાથી બીજેપી નેતા ઉત્સાહિત છે તો કોંગ્રેસના નેતા પરિણામ આવવાની રાહ જોવાના નામ પર મીડિયા સામે નથી આવી રહ્યા.

વેબદુનિયા પર વાંચો