વારાણસીમાં આજે પીએમ મોદીના કાર્યાલયનું અમિત શાહ ઉદ્દઘાટન કરશે

બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:15 IST)
વડોદરા અને વારાણસી એમ બે જગ્યાએથી લોકસભા ચૂંટણી લડેલા વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક ખાલી કર્યા બાદ વારાણસીને પોતાના સંસદીય વિસ્તાર બનાવી લીધો હતો.  વારાણસીમાં આજે તેમના કાર્યાલય દ્વારા પીએમ મોદી વારાણસીના લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકશે. 
 
વારાણસીના રવિંદ્રપુરીમાં 1970 બનેલા રામ ભાવન નામની ઈમારતમાં આ કાર્યાલય બનાવવામાં આવ્યુ છે. લગભગ સાડા ચાર હજાર સ્કવેર ફીટમાં બનેલી આ ઈમારતમાં લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. 
 
આ ઓફિસમાં 3 રૂમ બે મોટા હોલની સાથે લોકો સહિત અહી આવતા રાજકીય નેતાઓ માટે આરામ ગૃહ બનાવવામાં આવ્યુ છે. પીએમ મોદી આ ઓફિસમાં લોકો માટે દરેક સુવિદ્યાનું ધ્યાન રાખવામાં આવ્યુ હોવાનું કહેવાય રહ્યુ છે. 
 
મોદીનુ કાર્યાલય સમગ્ર રીતે હાઈટેક છે. લોકોના પ્રશ્નોની સુનાવણી માટે અહી ઈંટરનેટ સહિત અન્ય આધુનિક સુવિદ્યાઓ પણ છે. ઈંટરનેટ દ્વારા લોકોની સમસ્યાઓને તાત્કાલિક પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવશે અને તેનો ઉકેલ પણ લાવવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો