વરૂણ પર હત્યાની કોશિશનો કેસ

વેબ દુનિયા

રવિવાર, 29 માર્ચ 2009 (15:13 IST)
વરૂણ ગાંધી પર એક પછી એક કેસ ઠોકીને સરકાર તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. સરકારે વરૂણની વિરૂધ્ધ હત્યાનાં પ્રયાસ હેઠળ 307ની કલમ લગાવી છે.

આ ઉપરાંત શનિવારે પોતાના સમર્થકો સાથે ધરપકડ વહોવરા આવેલા વરૂણ સામે ધારા 144 પણ લગાવાઈ છે. તેમજ તેમની ઉપર અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે અન્ય સાત કલમો લગાવવામાં આવી છે. જો તે કલમ હેઠળ સજા થાય તો વરૂણને આજીવન કેદની સજા થઈ શકે છે.

આ ઉપરાંત કેટલાંક સુત્રોનાં જણાવ્યા મુજબ વરૂણ વિરૂધ્ધ રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો