વણાટ કારીગરોના દેવા માફ !

વાર્તા

સોમવાર, 29 જૂન 2009 (14:41 IST)
PIB

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી પાનબાકા લક્ષ્મીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આગામી ગણત્રીના દિવસોમાં વણાટ કારીગરો માટે દેવા માફી માટે રૂપિયા 300 કરોડની યોજના લાવી રહી છે.

અહીં રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, દેવા માફીનો નિર્ણય ચૂંટણી પહેલા જ લેવાયો હતો પરંતુ ચૂંટણીની આચાર સંહિતાને પગલે તેનો અમલ કરી શકાયો ન હતો.

શ્રીકાલહસ્તી મંડળના મન્નાવરમ ગાંમમાં રાષ્ટ્રીય તાપ વિદ્યુત નિગમ એનટીપીસી અને ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિમિટેડ ભેલ દ્વારા સંયુક્ત રૂપથી સ્થાપિત થનારી ઉર્જા સંય્ત્રના ઉપકરણ નિમાર્ણ કંપની અંગે તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે કોઇ આપત્તિ નથી અને પ્રધાનમંત્રી મનમોહનસિંહ સંભવત જુલાઇના પહેલા સપ્તાહે આની આધારશિલા રાખશે. આ યોજનામાં અંદાજે છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.

વેબદુનિયા પર વાંચો