લોગો ડિઝાઈન કરશો તો મોદી સરકાર આપશે રોકડ ઈનામ

ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:39 IST)
મોદી સરકારે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના લાગૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ યોજના માટે લોગો ડિઝાઈન કરવાનો નિર્ણય કર્યો છે. તેની માટે સાર્વજનિક પ્રતિયોગિતા જાહેરાત કરી છે. 
 
જો તમે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના માટે સારો લોગો ડિઝાઈન કરો છો તો તમને મંત્રાલય 50 હજાર રૂપિયાનું રોકડ ઈનામ આપશે. 
 
આ લોગો ડિઝાઈન કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત 
 
લોગો બેટીઓની સશ્ક્ત ખુશી અને તેમને સશ્ક્ત બનાવા માટે શિક્ષણનું મહ્ત્વ દર્શાવતો હોવો જોઈએ. 
 
લોગોના આકાર અને અન્ય સંબંધિત જાણકારી તમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઈટ પરથી  મળી જશે. આ પ્રતિયોગિતામાં  સામેલ થવા માટે અંતિમ તારીખ 3 ઓગસ્ટ 2014 છે. 
 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપે બેટીઓની શિક્ષા અને સુરક્ષા માટે અનેક સવાલો ઉભા કર્યા હતા. અને મોદી સરકારે સત્તામાં આવતા બેટીઓના  સારા ભવિષ્ય માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના માટે 100 કરોડની ફાળવણી કરી હતી. 
 
   
 

વેબદુનિયા પર વાંચો