લોકસભાની 300 સીટો પર લડશે 'આપ', અમેઠીથી લડશે કુમાર વિશ્વાસ

સોમવાર, 30 ડિસેમ્બર 2013 (17:37 IST)
P.R
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ સફળતાથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી અને લોકસભા ચૂંટણીમાં ધૂમધડાકા સાથે ઉતરવાની તૈયારીમાં છે. પાર્ટીનુ કહેવુ છે કે તે 300 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલા પાર્ટીએ 100 સીટો પર જ લડવાનું મન બનાવ્યુ હતુ, પણ હવે તે 300 સીટો પર લડવા જઈ રહી છે.

ઉમેદવારોની પહેલી લિસ્ટ આગામી 10-15 દિવસમાં રજૂ થઈ જશે. ખાસ વાત એ છે કે પાર્ટી કુમાર વિશ્વાસને રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠી સીટ પર ઉતારવા જઈ રહી છે.

જેના પર કુમાર વિશ્વાસનુ કહેવુ છે કે પાર્ટીના કાર્યકર્તાઓને પહેલાથી જ અમેઠીમાં કામ કરવુ શરૂ કરી દીધુ છે.

વેબદુનિયા પર વાંચો