લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં

વેબ દુનિયા

રવિવાર, 28 ડિસેમ્બર 2008 (21:36 IST)
મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામીએ આજે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આગામી વર્ષે એપ્રિલ-મે માસમાં યોજાઇ એવી શક્યતા વધારે છે. સામાન્ય ચૂંટણી ક્યારે યોજાશે એવા પુછાલેયા પ્રશ્નના જવાબમાં ગોપાલસ્વામીએ આ સંકેત આપ્યો હતો.

આ અંગે વાત કરવી વહેલી હશે એવો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, આગામી ચૂંટણી આ ગાળામાં યોજાય એવી શક્યતા વધુ છે. જાન્યુઆરીના મધ્ય સુધી મતદાર યાદી વર્ષ 2009 માટે તૈયાર કરી લેવામાં આવશે ત્યારબાદ નિર્ણય કરાશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી સાત તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી જે રીતે યોજાઇ તેનાથી તેઓ સંતુષ્ટ છે. આતંકવાદની દહેશતને ફગાવી દઇને લોકો મોટા પ્રમાણમાં મતદાન માટે આગળ આવ્યા છે. ચૂંટણીમાં કોઇ હિંસા પણ થઇ નથી.

વેબદુનિયા પર વાંચો