લાલૂથી છિનવાઈ શકે છે તેનું 'લાલટેન'

ભાષા

રવિવાર, 20 જૂન 2010 (12:29 IST)
ND
N.D
લાલૂ પ્રસાદની મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ લઈ રહી નથી. જનતા વચ્ચે ઘટતી લોકપ્રિયતા સાથે હવે તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજદ) થી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અને ચૂંટણી ચિન્હ 'લાલટેન' છીનવાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ચૂંટણી પંચે લાલૂને નોટિસ મોકલીને પુછ્યું છે કે, છેલ્લી ચૂંટણીમાં રાજદના ખરાબ પ્રદર્શનને જોતા શા માટે ના તેમની પાર્ટીનો રાષ્ટ્રીય દરજ્જો અને ચૂંટણી ચિન્હ લાલટેનને પરત લઈ લેવામાં આવે.

પંચની આ નોટિસ પર 2 જુલાઈના રોજ લાલૂને તેમની સમ્મુખ રજૂ થઈને લાલટેન અને રાષ્ટ્રીય દરજ્જાને બચાવાનો કઠિન પ્રયત્ન કરવાનો છે. ગત વર્ષ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ રાજદથી રાષ્ટ્રીય દરજ્જો અને લાલટેન ચૂંટણી ચિન્હના છીનવાઈ જવાની આશંકા ઉત્પન્ન થઈ છે.

લાલૂ જો 2 જુલાઈના રોજ ચૂંટણી પંચને આ વિષે સંતુષ્ટ ન કરી શક્યાં તો આવનારા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવા જઈ રહેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમને વગર 'લાલટેન' એ ચૂંટણીમાં રોશની શોધવી પડશે.

વેબદુનિયા પર વાંચો