લાલજી ટંડન લખનઉથી ઉમેદવાર

વાર્તા

શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (09:44 IST)
ભાજપે શુક્રવારે લખનઉ લોકસભા સીટનાં ઉમેદવાર તરીકે લાલજી ટંડનની જાહેરાત કરી છે. આ અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરતાં હતા.

પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહે લાલજી ટંડનની ઉમેદવાર તરીકેની જાહેરાત કરી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ નામ જાહેર કરતાં અગાઉ વાજપેયીજી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ટંડન લાંબા સમયથી વાજપેયીનાં ચુંટણી ક્ષેત્રની દેખભાળ કરતાં આવ્યા છે. તેમજ તે ઉત્તરપ્રદેશનાં મંત્રી પણ રહી ચુક્યાં છે. તો સમાજવાદી પાર્ટીએ લખનઉથી સંજયદત્તની ઘોષણા કરી છે.

વેબદુનિયા પર વાંચો