લશ્કરના ત્રણ આતંકી ઠાર

ભાષા

સોમવાર, 28 સપ્ટેમ્બર 2009 (18:42 IST)
દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા ટુકડી સાથે સોમવારે થયેલી અથડામણમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી મૃત્યુ પામ્યાં. તેમાં એક વયસ્ક મહિલાનું પણ મૃત્યુ નિપજ્યું. ત્રણ આતંકીઓ પૈકીના બે પાકિસ્તાનના હતાં.

પોલીસે જણાવ્યું કે, અથડામણમાં ચાર જવાનો પણ ઘાયલ થયાં છે પરંતુ તે ખતરામાંથી બહાર છે. અથડામણ અહીંથી આશરે 50 કિલોમીટર દૂર અમલાર-ત્રાલ વિસ્તારમાં સવારે એ સમયે શરૂ થઈ જ્યારે ગામમાં એક ઘરની અંદર છુપાયેલા આંતકીઓને પોલીસ-સીઆરપીએફની સંયુક્ત શોધ ટુકડી પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબારમાં ઘરની માલકિનનું મૃત્યુ નિપજ્યું.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક ફારૂક અહમદે જણાવ્યું કે, આતંકીઓએ ફિદાયીન હુમલાના હેતુંથી દક્ષિણી કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી. પાકિસ્તાનના મુલ્તાનના રહેવાસી બે આંતકીઓ સિવાય એક સ્થાનિય આતંકવાદી પણ મૃત્યુ પામ્યો.

વેબદુનિયા પર વાંચો