રોબર્ટ વાડ્રા પર શિકંજા કસાયો

શનિવાર, 22 નવેમ્બર 2014 (12:07 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા પર હરિયાણાની ભાજપા સરકારે  શિકંજો કસવુ શરૂ કરી નાખ્યુ છે. રાજ્ય સરકારે ગુડગાવના જીલાધિકારી સાથે રોબર્ટ વાડ્રાની સંપત્તિની વિગત આપી છે. સૂત્રોના મુજબ રાજ્ય સરકારે જીલ્લાધિકારીઓને સાત દિવસમાં રિપોર્ટ રજુ કરવાનુ કહ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે આખા દેશમાં વાડ્રા અને રિયલ્ટી કંપની ડીએલએફ વચ્ચે થયેલ જમીન સૌદોને લઈને હરિયાણામાં કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા.  હરિયાણાની રાજનીતિમાં આ પ્રમુખ મુદ્દો બની ગયો હતો. ભાજપા અને ઈંડિયન નેશનલ લોકદળ કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવી રહ્યા હતા કે વાડ્રાની માત્ર એક લાખ રૂપિયાની મુડીવાળી કંપનીને આ ભૂમિ સોદા દ્વારા રાતોરાત કરોડો રૂપિયાનો માલિક બનાવી દીધો. ભાજપ સરકારની રચના પછી પહેલા વિધાનસભા સત્રમાં મુખ્ય વિપક્ષી દલ ઈંડિયન નેશનલ લોકદળે રાજ્ય સરકારે વાડ્રા સહિત બધા જમીની સોદાની તપાસની માંગ કરી હતી. સરકારે આ અંગે બદલાની ભાવના વગર તપાસ કરવાની કરી કાર્યવાહીનુ આશ્વાસન આપ્યુ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો