રાહુલ ગાંધીને કોઈ છોકરી પસંદ નથી કરતી - રામદેવ

શનિવાર, 30 માર્ચ 2013 (12:14 IST)
.
P.R
યોગ ગુરૂ બાબા રામદેવે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર એકવાર ફરી નિશાન તાક્યુ છે. અંબાલામાં પોતાના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા બાબા રામદેવે કહ્યુ, કેટલાક લોકો કહે છે કે રાહુલ ગાંધીના લગ્ન એ માટે નથી થતા કે તેમને કોઈ છોકરી પસંદ જ નથી પડતી. પણ સત્ય તો એ છે કે કોઈ છોકરી રાહુલ ગાંધીને પસંદ નથી કરતી.

પત્રકારોએ જ્યારે બાબાને અન્ના હજારે વિશે પ્રશ્ન કર્યો તો તેમણે માત્ર એટલુ જ કહ્યુ કે અન્ના હજારે હવે વૃદ્ધ થઈ ગયા છે. તે કોઈ વાતનો જવાબ આપવામાં ઘણુ મોડુ કરે છે. તેથી તેમને હવે રહેવા દો. ત્યારબાદ કેજરીવાલ વિશે પ્રશ્ન કર્યો તો તેઓ બોલ્યા કે હું કંઈક તેમના વિશે કહીશ તો પછી એ પણ શરૂ થઈ જશે, તેથી તેમને પણ રહેવા દો.

જો કે કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે કોંગ્રેસે દેશને અંદરથી ખોખલો કરી નાખ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે બાબા રામદેવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હોય. આ અગાઉ પણ બાબા રામદેવે કહ્યુ હતુ કે આપણા દેશમાં સમજદારી ન્યુનત્તમ વયને લઈને વિવાદ ચાલે છે પણ કોંગ્રેસના યુવરાજ તો 42 વર્ષે પણ નાદાન જ છે.

વેબદુનિયા પર વાંચો